દલિતો, ઓબીસીની ગણતરી માટે સેન્સશનો ઉપયોગ કેમ નહિ ? : સુપ્રિમકોર્ટનો કેન્દ્રને સવાલ


       સુપ્રિમકોર્ટે એક જાહેર હિતની યાચિકા (PIL) પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનાં સંદર્ભમાં દલિતો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની ગણતરી કરવા સેન્સશ-2021નો ઉપયોગ કરવાં માંગ કરી છે. જેથી સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ માટે પાત્રતા નિર્ધારિત કરી શકાય.

       યાચિકાકર્તા ટીંકુ સાઈની અને એડવોકેટ સોનિયા સાઈનીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ. એ. બોબડે અને જસ્ટિસ એ. એસ. બોપાના અને વી. રામશુભ્રમણીયનની બેન્ચને કહ્યું કે મંડલ કમિશનનાં અમલીકરણ બાદ થી આજ દિન સુધી કોઈપણ પ્રકારની ઓબીસી અંતર્ગત આવતા સમુદાયોની વસ્તી ગણતરી થઈ નથી કે ના તો આ સમુદાયોની સામાજિક, શૈક્ષણિક કે આર્થિક સ્થિતિનો કોઈ ડેટા મોજુદ છે. સુપ્રિમકોર્ટની આ બેન્ચે કેન્દ્રના ગૃહવિભાગનાં રજિસ્ટ્રાર જનરલ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC)ને નોટિસ પાઠવી PIL સંદર્ભે જવાબ માંગ્યો છે. 

      જોકે કાકા કાલેલકર કમિશન અને મંડલ કમિશન અનુસાર એવું માનવામાં આવે છે કે સમગ્ર વસ્તીના અડધા કરતા વધારે એટલે 52% વસ્તી અન્ય પછાત વર્ગ(OBC)ની છે. પરંતુ આ સમુદાય પોતાના રાજકીય પ્રતિનિધિત્વને લઈને પ્રશ્નો ઉભા ન કરે તે માટે રાજકીય પાર્ટીઓ અને સરકારો આ આંકડાઓને દબાવતી આવી છે. જો ખરેખર ઓબીસીની વસ્તી 52% હોય તો સરકારની કેબિનેટ, લોકસભા, રાજ્યસભા અને તમામ રાજકીય પદો તેમજ સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં વસ્તીનાં પ્રમાણમાં તેઓનું પ્રતિનિધિત્વ અડધા કરતા પણ વધારે હોવું જોઈએ! પરંતુ ધોર જાતિવાદી માનસિકતા ધરાવતી પાર્ટીઓ અને રાજનેતાઓ ઓબીસીને આગળ વધવા દેવા માંગતા નથી અને તેમને વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે તેવું ઇચ્છતા નથી. તેથી દેશની 85% વસ્તી પર 15% ધોર જાતિવાદી માનસિકતા ધરાવતા રાજનેતાઓ શાસન કરી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.