કાયદાની કલમે (લેખાંક:૩) : પોલીસને ફરિયાદ અરજી કેવી રીતે કરશો? અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


          સમાજ નાં મિત્રોને પોતાનાં અધિકાર ની સાચી જાણકારી ન હોવાનાં અભાવે મનમાં ને મનમાં મુંજાતા રહે છે અને વગર ફરિયાદ દાખલ કરાવ્યા વગર જ પાછા ફરતા હોય છે. એટલે કે સામાન્ય નાગરિક ને મદદ કરવાના ઉદેશ્ય થી આ લેખમાં પોલીસને ફરિયાદ નોંધાવા અરજી કરવા માટે સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલા ની જાણકારી આપી છે.

૧. અરજી અને FIR બંને અલગ બાબત છે. ગણીવાર પોલીસ અધિકારીઓ દ્વારા શરૂઆતમાં FIR દાખલ કરવાની ના પાડી દે છે. તે ના પડવાના જુદા જુદા કારણ હોઈ શકે છે. ભારતીય કાયદા મુજબ, જુદા જુદા ગુન્હાઓ ને બે પ્રકારના વિભાગમાં વહેચવામાં આવેલ છે. સંગીન (કોગ્નિઝેબલ) અને અ-સંગીન (નોન-કોગ્નિઝેબલ). CrPC કલમ 154 મુજબ માત્ર સંગીન (કોગ્નિઝેબલ) ગુના ની બાબતમા જ FIR એટલે કે પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરી શકાય છે, જયારે અસંગીન (નોન-કોગ્નિઝેબલ) ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓ ને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે છે. પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ લેવામાં આવે છે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતોમાં પોલીસ માત્ર સાદી અરજી સ્વીકારશે. બાદમાં રજીસ્ટરમાં નોંધવામાં આવે છે. આવી ફરીયાદોની તપાસ પોલીસ કોર્ટની પરવાનગી લીધા પછી જ કરી શકે છે.

૨. પોતાની રજુઆત સત્ય, સ્પષ્ટ, ચોખ્ખી અને આધારભૂત માહિતી વાળી હોવી જોઈએ

૩. પત્ર વ્યવહારની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રાખવી

૪. અરજદાર આપેલ અરજી અંગેની પહોંચ મેળવવા પોતે હકદાર છે.

૫. કેટલાક કિસ્સામાં અરજદારો તરફથી ખરેખર બનેલ બનાવ કરતાં હકીકતો ઉપજાવી કાઢી ગુનાની ગંભીરતા વધી જાય તેવી ફરીયાદ કરવામાં આવે છે. પોલીસને ગેરમાર્ગે દોરવી દોરવાનો પ્રયત્ન કરવો તે ગુનો છે. આવી ખોટી રજુઆત ફરીયાદ અરજી કરનાર સામે કાનુની સખ્ત પગલાં લેવામાં આવી શકે છે. તે અંગે પોલીસ કાયદેસરના પગલાં લઈ શકે છે.

૬. દેશના તમામ પોલીસ સ્ટેશન સતત ચોવીસ કલાક કાર્યરત રહે છે. એક પોલીસ સ્ટેશન ઓફીસર સતત હાજર હોય છે અને તેમની પાસે કોઈપણ વ્યકિત ગમે ત્યારે ફરીયાદ નોંધાવી શકે છે.

૭. કોઈપણ પ્રકારનો ગુનાહિત બનેલ બનાવ સંબંધની માહિતી નજીકની જે તે પોલીસ સ્ટેશનની પોલીસ ચોકીમાં અને ગામડામાં જે તે નજીકના આ.પો.માં અથવા તો સંબંધિત પોલીસ સ્ટેશનને જાણકારી રૂબરૂ તથા ટેલીફોનથી આપી શકાય છે.

૮. અરજદારે કરેલ અરજીનો નિકાલ જે તે પોલીસ સ્ટેશને મોકલી વધુમાં વધુ 30 દિવસમાં કરવામાં આવે છે. તેમજ અરજીની તપાસની વિગતો સંબંધિત પો.સ્ટે. કે વિ. પો.અધિ.ની કચેરીમાં દરરોજ કલાક 11.00 થી 1.00 વચ્ચે મેળવી શકે છે.

૯. મહિલા અને બાળ અત્યાચાર સંબંધીના ગુનાઓ અંગે અત્રેની મહિલા સુરક્ષા અને જુવેનાઈલ જસ્ટીસ સેલનો સંપર્ક કરી શકાય

૧૦. ધરપકડ થયેલ વ્યકિત અંગેની માહિતી સબંધે સંબંધિત ગુનાના ત.ક.અ., પો.સ્ટે. કે જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી જરૂરી વિગતો મળી શકે છે.

કઇ કઇ પ્રવૃતિઓ માટે આપ પોલીસને અરજી /સંપર્ક/માહિતી આપી શકો છો?

- શંકાસ્પદ વ્યકિત, વસ્તુ ,ચોરીનો માલ રાખનાર, ચોરીનો માલ વેંચનાર ,કેફી દ્વવ્યોનું સેવન તથા હેરાફેરી કરનારાઓ.

- ગુન્‍હો કરવાના ઈરાદે ચાલતી કોઈ પ્રવૃતિ, ધડાતા કાવતરાઓ વિગેરે પ્રવૃતિઓને અટકાવવા કે થયેલા ગુન્હાના આરોપીઓની જાણ થાય તો તુરંત જે તે પો.સ્ટે. તથા કંટ્રોલરૂમને ટેલીફોનથી કે રૂબરૂ કે અનામી પત્ર દ્વારા માહિતી આપી શકો છો. આપ ઈચ્છો તો આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

- પોલીસ રક્ષણ માટે તેમજ વર્ગ-વિગ્રહ માટે પોલીસ રક્ષણ મેળવવા અરજી આપી શકાય છે. જેમાં જે તે પો.સ્ટે.નો અભિપ્રાય હોવો જરૂરી છે.

- પાકનુ ભેલાણ થતુ અટકાવવા બહુલક્ષી હિતમાં ઘોડેશ્વાર પોલીસ પાક રક્ષણ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત અરજી કરી સીમરક્ષા માટે નાણાં અદા કરીને માઉન્ટેડ પોલીસ મેળવી શકાય છે.

- કોઈપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે પોલીસ અધિક્ષકશ્રીને રજુઆત કરી શકે છે.


(કાયદાની કલમે : અંક : ૩)

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.