કચ્છના દેવીપૂજક, કોળી, પારધી જ્ઞાતિઓને ST માંથી કેમ કાઢ્યા ?



           જાતિવાદ ને દુર કરવાની વાત કરતી સરકારે તારીખ ૮/૦૧/૨૦૦૩ ના રોજ કચ્છ જિલ્લાના કોળી, દેવીપુજક, અને પારધી જાતિ ના લોકો ને ST (અનુસુચિત આદિજાતિ માંથી હટાવી ને OBC મા નાખ્યા ) તેમાં અમુક OBC જ્ઞાતી તો વર્ણ વ્યવસ્થા માં ભલે શુદ્ર પણ પોતાને સામાજીક રીતે SC/ST કરતા OBC ઉંચા એવુ જે લોકો ના મગજમાં ઘુસાડી દીધુ તેમા સમાવેશ કરી દીધો હતો.. દેખીતી રીતે લોકો ને એમ લાગે કે આતો જાતિવાદી અન્યાય છે પણ ના આ અન્યાય માં જાતિવાદ તો હતો જ પણ આ પ્રાદેશિક રીતે મુળનિવાસી પછાત વર્ગના કોળી, દેવીપુજક અને પારધી સાથે આર્થિક અન્યાય પણ હતો કારણ ૨૬ મી જાન્યુઆરી ના દિવસે કચ્છ ના ભુકંપ પછી ગુજરાત ની મુખ્યમંત્રી ખુરશી ઉપર બેસેલા ઉદ્યોગપતિઓ ના મસીહા એ કચ્છ જિલ્લામાં ઉદ્યોગપતિઓ માટે ઉદ્યોગ નાખવા માટે જમીન ખુલ્લી કરી દીધી તેમ કહી શકાય અને કચ્છ ના ભુકંપ પછી ત્રણ વર્ષ વિત્યા બાદ સરકારે 'કચ્છીજા માડુ' આ કચ્છ ની મુળનિવાસી આદિજાતિ ને OBC માં નાખી  ઉદ્યોગપતિ ને લાભ અપાવવા નો એક આર્થિક સડયંત્રકારી કારસો ઘડી રાખેલો એ તમામ ની નિશાના રૂપ મુખ્ય બાબત હતી "જમીન". કારણ કે આદિવાસી ને માત્ર સામાજીક આધાર ઉપર પછાત ગણવા તેવુ નથી તેના માપદંડો મા  વિસ્તાર ના પછાતપણા ના આધાર ઉપર ST શિડ્યુલ ટ્રાઈબ તરીકે ગણવામાં આવે છે અને આદિવાસી(અનુસુચિત આદિજાતિ ના લોકો ના વિસ્તાર મા આરક્ષીત જમીન સરકાર ખાનગી ઉદ્યોગ માટે સંપાદન કરી શકે નહિ કારણ કે નર્મદા યોજના હેઠળ કોંગ્રેસ ની સરકારમાં પણ મેઘા પાટકર અને અરુધંતી રોય જેવા સામાજીક કાર્યકરો એ જળ, જમીન અને જંગલ માં વસવાટ કરતા વિસ્થાપિત આદિવાસીઓ ના હકક ને લઈ ને વૈશ્ર્વિક ફલક ઉપર ગુજરાત સરકાર ને પાણી બતાવેલુ તો કચ્છના આ લોકો ને કાઢવા માટે શું કરવુ એ શાસક સરકાર માટે બહુ મોટી સમસ્યા હતી તો સરકારે આ લોકો ને હટાવવા માટે ST માંથી OBC, (સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના લોકો મા) નાખ્યા કારણ OBC વર્ગના લોકો માટે જમીન વિસ્તાર માં આરક્ષીત જંગલો કે જમીન નથી અને તેના માટે બહુ જાજી હો.. હા થાય નહિ ત્યારબાદ કચ્છમાં આવેલા ઉદ્યોગ જગત ની તમને બધાને ખબર જ છે આ મુખ્ય ત્રણ આદિજાતિઓ એ ST જાતિ માં ફરીવાર સમાવેશ કરવા માટે તારીખ ૮/૦૧/૨૦૧૯ ના રોજ આવેદન આપ્યુ. આ બધુ મને (હિતેશ ઢાપા ને ખબર છે એવુ નથી પછાત સમાજ ના કેટલાય આગેવાનો ને ખબર છે અને આ જાતિઓ ના કેટલાય ધારાસભ્યો, સાંસદ લોકો ગાંધીનગર કે દિલ્હી પહોંચ્યા પણ આ અંગે કઈ જાણતા નથી કે જાણી ને શુ કરવુ એટલી માનસિક તૈયારી હોય તેવુ મને લાગતુ નથી કારણ કે આજ થી ચાર વર્ષ પહેલા મારા હાથમાં એક ત્રણ આગળી ની સાઈઝ વાળી ન્યૂઝ પેપરની એક PIL ની હાઈકોર્ટ ની મુદત ની તારીખ થી મને ખબર પડી કે આખી હકીકતો શું છે અને શું દેખાડાય છે હા આની સાથે ST અનામત ની રાજકિય બેઠક પણ ત્યાં ખતમ કરી દીધી છે. અને જે જમીનના મુળ માલિકો ખાનગી કંપનીઓ ને ઉંચા ભાવે જમીન વેચી વધારે વળતર મેળવે તે પહેલા કેટલાય જમીન દલાલો એ આ લોકો પાસે થી જમીન મેળવી ખાનગી કંપનીઓ ને ઉંચા ભાવે વેચી હશે આ અંગે ત્યાના સ્થાનિક લોકો પાસે થી પણ વિગતો મેળવેલ અને સામાજિક કાર્યકર મિત્રો પાસે થી પણ વિગતો મેળવેલ છે.(નોંધ: મને દિવાલ ઉપર લાગેલા ફોટો જોયા બાદ તેની પાછળ લાગેલી ધુળ જોવાની આદત છે) હંમેશાં દરેક વિકાસ લાગતા કાર્ય ના હકારાત્મક અને નકારાત્મક પાસા જોવા.

- હિતેશ ઢાપા
ઓબીસી અધિકાર સેના

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.