વિરાટ વિચરતી વિમુક્ત સંઘની ૧૧ % અનામત માટે આર યા પારની આક્રમક લડતને બહોળો પ્રતિસાદ


    
        
         તા. 8/01/2019 નાં રોજ ભુજ ખાતે વિરાટ વિચરતી વિમુકત સંઘ દ્વારા મહા સંમેલન અને મહા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન અને રેલી વિરાટ વિચરતી વિમુકત સંઘ નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રમેશભાઈ કુવરીયા નાં અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં દેવીપુજક સમાજ ,કોલી સમાજ,પારધી સમાજ,જોગી સમાજ વગેરે સમાજ નાં આગેવાનો હાજર રહ્યા હતા. સંમેલન પુરું થાય બાદ ભુજ કલેકટર ને આવેદનપત્ર આપવાં માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખૂબજ મોટી સંખ્યામાં આ સમાજો ના લોકો પોતાના છીનવાઈ ગયેલાં હક્કો પાછા મેળવવા માટે રેલી માં જોડાયા હતા.અને ખુબ મોટા પ્રમાણ માં લોકોની સંખ્યા હોવાંથી ઠેર ઠેર રોડ ઉપર ટ્રાફીક નું પણ ચક્કા જામ  થયું હતું.
આ રેલીમાં "હક નહીં તો વોટ નહીં", "હમે હમારા હક્ક ચાહિએ નહીં કીસી સે ભીખ ચાહીએ", "સૌનો સાથ સૌનો વિકાસ જુઠા હે જુઠા હે" જેવા સુત્રો નો પ્રબળ સુત્રોચ્ચાર લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને લોકોમાં 2003 માં જે ST કેટેગરી માંથી કોઈ પણ કારણોસર દુર કરવામાં આવ્યા હતા તેથી આ દેવીપુજક સમાજ, કોલી સમાજ, પારધી સમાજ, જોગી સમાજ નાં લોકો મા ભારે રોષ જોવાં મળ્યો હતો.

             આ રેલી કલેકટર કચેરી પહોંચતા કલેકટરે તેમની કચેરી નો મુખ્ય દરવાજો પોલીસ કાફલા દ્વારા બંધ કરાવી દીધો હતો અને બીજા નાનાં દરવાજે થી 10/12 લોકો ને પ્રવેશ આપ્યો હતો. અને કલેકટર આગળ આ સમાજનાં આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવા માં આવી હતી. આ આગેવાનો દ્વારા કલેકટરને જાહેર ચિમકી પણ આપી હતીં કે જો ૪૫ દિવસમાં જો અમારી માંગણી સ્વિકારવામા નહીં આવે તો હમે લોકો હમારો NT-DNT સમુદાય હમારા હક્ક મેળવવા માટે કોઈ પણ હદે જશું તેવું  આગેવાનો અને રમેશભાઈ કુવરીયા એ જાહેર મા જણાવ્યું હતું.
રાજકોટ માં દેવીપુજક સમાજ નાં પરીવાર પર થયેલા પોલીસ દમન અને અત્યાચાર ને ખુબજ ઉગ્ર શબ્દો થી એ ઘટનાને શ્રી રમેશભાઈ કુવરીયા એ વખોડી હતીં. અને રાજકોટ નાં તે પરીવાર ને પુરો ન્યાય અપાવવા માટે સાથે રહેશે અને બને તેટલો પૂરતો સહયોગ કરવાં ની ખાતરી શ્રી રમેશભાઈ કુવરીયા એ આપી હતી.  કચ્છ-ભુજ કલેકટર શ્રી ને નીચે જણાવેલ મુજબ આવેદનપત્ર આપીને રજુઆત કરવા માં આવી હતી.
હાલનો કચ્છ જિલ્લો 1947 રજવાડુ હતું જે ભારત સાથે વિલીનીકરણ થયા બાદ ‘ક’ દરજ્જાનું  રાજ્ય બન્યું હતું. અને સીધા કેન્દ્રના વહીવટી નીચે રાખવામાં આવેલ અને 1951 માં કેન્દ્ર દ્વારા કોળી, દેવીપુજક(વાઘરી), જોગી, પારધી જાતિને પ્રીમીટીવ વે ઓફ લીવીંગના ગાઈડ લાઈનના લક્ષણો લક્ષમા રાખીને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા હતા. પ્રીમીટીવ  વે ઓફ લાઇનની ગાઈડ લાઈન અને લક્ષણો સને 1951માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છ જીલ્લાના ત્રણેય જાતિઓના કચ્છનાં  ‘ક’ રાજ્યનાં સને 1951ના બંધારણના હુકમ મુજબ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમાવેશ કરતાં પહેલા તે વખતના અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિનાં કમિશ્નરશ્રીએ(એલ.એમ.શ્રીકાંત) આ ત્રણેય જાતિઓની માહિતી વિગત વગેરે જાણવાં માટે કચ્છ  રાજ્યની સને 1951માં રૂબરૂ મુલાકાત લીધી હતી. 

            સને 1956માં કચ્છ જીલ્લાનું બોમ્બે રાજ્યમાં  વિલિનીકરણ થયું હતું.  જે રાજ્યોના વિલિનીકરણ ધારો-1956 તરીકે ઓળખાય છે અને આ વિલિનીકરણ બાદ કચ્છ જીલ્લાની આ ત્રણેય જાતિઓ અનુસૂચિત જનજાતિનો દરજજો યથાવત રાખવામાં આવેલ હતો. ત્યારબાદ સને 1960માં બોમ્બે રાજ્ય માંથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું. જેમાં પણ કચ્છ જિલ્લાની આ ત્રણેય જાતિઓને સને-1956ના રાજ્યના વિલીનીકરણ ધારા 1956 ની કલમ 41 અને બોમ્બે રાજ્ય વિલીનીકરણ ધારો-1960 ની કલમ-૨૭ મુજબ સમાવેશ કરવામાં આવ્યો હતો. સને 1956 નાં  રાજ્ય વિલીનીકરણ  ધારો અને સને 1960 બોમ્બે વિલિનીકરણ  ધારા ને લક્ષ્યમા રાખી સને 1976 નો  સુધારો  ધારો 1976 વખતે પણ આ ત્રણેય જાતિઓના અનુસૂચિત જનજાતિનાં દરજ્જા માં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પરંતુ સને 2003 ભાજપ સરકારે આ ત્રણેય જાતિઓને અચાનક અનુસૂચિત જનજાતિ નાં દરજ્જા યાદી માંથી  દુર કરવામાં આવી જેથી સને 2003 થી  આ બાબતે અનેક રજૂઆત કરીએ છીએ છતાં જે સને 1951 માં જે કચ્છ જીલ્લામા તે વખત ના 'ક' રાજ્ય નાં તરફથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો પરત અપાતી નથી.રાજ્યો નાં વિલીનીકરણ અને બોમ્બે રાજ્ય વિલીનીકરણ વખતે પણ આપણો દરજ્જો યથાવત્ રહેલ હતો. આ લાભો ન મળવાથી અમે આપણા બાળકો જે સોળ-સોળ વર્ષથી છે શિક્ષણ અને નોકરી થી વંચિત રહેલ છે. જેથી એવું લાગે છે કે અમો કચ્છ નાં કોઈ રણ માં ફેંકાઈ ગયાં છીએ. વિગત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જો 45 દિવસ ની અંદર જવાબ નહીં આપવાં આવે, તો મત નો બહિષ્કાર કે ઉપવાસ આંદોલન જે પણ કરવું પડે તે કરવા મજબૂર થવું પડશે કચ્છ કોળી સમાજનાં પ્રમુખ વિજયભાઈ કોળી, પારધી સમાજ નાં પ્રમુખ રમેશભાઈ પારધી, દેવીપુજક સમાજ ના વિરાટ વિચરતી વિમુકત સંઘનાં અધ્યક્ષ શ્રી રમેશભાઈ મગનભાઈ કુવરીયાની આગેવાની હેઠળ રેલી, મહાસંમેલન યોજાયું.

- કમલેશ દાતણીયા

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.