About


      સમાજના બૌદ્ધિક યુવા શક્તિનો અવાજ એટલે સોશિયલ મીડિયા. આપણે વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ માં આપણાં મનની લાગણીઓ પ્રદર્શિત કરીએ છીએ. પરસ્પર જોડાયેલા છીએ. તેનાથી જ સમાજમાં જબરદસ્ત વૈચારિક ક્રાંતિ ઉદભવી છે. સમાજની જરૂરિયાતોને આક્રોશથી રજૂ કરીએ છીએ. અન્યાય, અત્યાચાર, અપમાન, રચનાત્મક કાર્યો, વિચારો, લેખો, કાવ્યોને રજૂ કરવાનું પૂરતું કોઈ એક પ્લેટફોર્મ નથી. જ્ઞાતિવાદી મીડિયા જગતમાં પણ આપણો અવાજ દબાવેલો છે. ન્યૂઝ મીડિયા જગત રિસ્પોન્સ આપતો નથી.
       તો આપણે આપણા સમાજનું જ એક મેગેજીન બહાર પાડી રહ્યા છીએ. જેનાથી નિષ્પક્ષ પણે, ભેદભાવ વિના યુવાનો, વડીલો, શિક્ષિતો અશિક્ષિતઓ પોતાના મનની વાત પ્રકટ કરી શકશે. સમાજ સાથે થતા અન્યાય, અત્યાચાર અપમાન કોઈપણ ઘટના બનાવ પ્રદર્શિત કરી શકીએ. અને આ મેગેજીન જ દેવીપૂજક/વાઘરી સમાજનો અવાજ બને. કાયમી સંગ્રહ કરી શકાય. તે ઉદ્દેશથી ''સ્વાભિમાન" નામથી માસિક મેગેઝીન પ્રકાશિત કરી રહ્યા છીએ. ચાલો સૌ સાથે મળી સત્યમેવ જયતે સરિતાર્થ કરવા તરફ એક ડગ માંડીએ.
     સમાજના પણ ત્રણ જેટલા અખબારો પ્રસિદ્ધ થાય છે. પરંતુ અફસોસ એક વાતનો છે. સમાજની વર્તમાન ઘટનાઓને મહત્વ આપી ન્યુઝ પ્રકાશિત કરવામાં આવતા નથી. સમાજ પર થતા અન્યાય અત્યાચાર, અપમાન ના બનાવો નો અવાજ દુનિયા સમક્ષ ઉઠાવવામાં આવતો નથી. રૂપિયાને મહત્વ આપી માત્ર બિનજરૂરી ફોટો, માહિતી, જાહેરાતો પીરસવામાં આવે છે. જેનાથી સમાજનો વિકાસ અશક્ય છે. "સ્વાભિમાન" યુવાઓ નું મેગેઝીન છે. સમસ્ત સમાજ એકમંચ પર પોતાના વિચારો પ્રકાશિત થઈ શકે. તેથી વર્તમાન સમયને અનુરૂપ સમાજ માટે ઉપયોગી તમામ માહિતી પહોંચતી કરી, આપણાં મેગેજીનનું એક અંગ બની તેને વિશાલ વટવૃક્ષ બનાવીએ.

અપમાન સે બચના હૈ, તો સ્વાભિમાન સે જીયો, વટ કે સાથ જીયો, મરતે દમ તક લડો..

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.