પછાત વિચરતી વિમુક્ત જાતિઓની ધોર ઉપેક્ષા


સવર્ણોને 10% અનામત આપી ચૂંટણી લક્ષી નિર્ણય લીધો. પરંતુ ઓબીસીમાં તમામ લાભોથી વંચીત એવી અતિપછાત, અવિકસિત, વિમુક્ત અને વિચરતી જનજાતિઓ પ્રત્યે ધ્યાન ન આપ્યું. 'જીસકી લાઠી ઉસકી ભેંસ' સાર્થક નીવડી. 

                  દેશમાં ખરેખર અનામતની જરૂરિયાત, દેવીપૂજક, વાદી, વણઝારા, સરાણિયા, મે, મિયાણા જેવી 40 વિમુક્ત અને વિચરતી જનજાતિને છે તે તમામ પક્ષો, સરકાર, નેતાઓ સારી રીતે જાણે છે કે આ જનજાતિઓ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય તમામ ક્ષેત્રે અતિપછાત છે તરછોડાયેલ રખડતું ભટકતું જીવન જીવે છે છૂટક મજૂરી કરે છે. છતાં તેમના પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કારણ એક જ છે કે આ જનજાતિમાં એકતા, જાગૃકતા નથી જેથી તેઓ આક્રમકતાથી લડત આપી અનામતની માંગણી કરી શકે તેમ નથી. તેમજ 40 જનજાતિના આગેવાનો પણ કોઇને કોઈ પક્ષ સાથે જોડાયેલા રહી અનામત માટે માત્ર રજૂઆતો કરી સંતોષ માને છે. એક બની આક્રમકતા થી લડત આપે તોજ આ સરકાર સાંભળે તેમ છે. બાકી 70 વર્ષે ઓબીસીને બંધારણીય દરજ્જો આપી સંતોષ માની લીધો છે. આયોજન કે ભલામણ પ્રમાણે ઓબીસીના ત્રણ સ્તર પાડવાની માત્ર અધ્ધરતાલ વાતો થાય છે. કોઈ નક્કર પગલાં લેવાય તેવું નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિમુક્ત અને વિચરતી જનજાતિના આગેવાનો આયોજનબદ્ધ ચોક્કસ પગલાં નહીં લે તો આગામી પાંચ વર્ષ સુધી તમામ માંગણીઓ ભૂલી જવાની રહેશે. માટે તેવું ન થાય તે માટે ચૂંટણી બહિષ્કાર, નોટાનો ઉપયોગ, જંગી વિરોધ પ્રદર્શન જેવા વિવિધ આક્રમક કાર્યક્રમો યોજે તો કદાચ સરકાર ધ્યાને લેશે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.