દેવીપૂજક યુવાનની પ્રામાણિકતા


       આવા ઘોર કલિયુગમાં જ્યાં પોતાના સગા બે ભાઈ બાપની મિલકત માટે સામસામે કોર્ટમાં ઉભા હોય, નેતાઓ અને અમલદારો ગરીબો કે અમીરોના કામ કરવા "લાંચ" લેતા હોય એવા હરામના રૂપિયે મોંઘી મોંઘી ગાડીઓ મા ફરતા હોય એવા જમીર અને ખાનદાની ના કંગાળ કહેવાતા ભદ્ર લોકો 10 રૂપિયા થી લઈને કરોડો રૂપિયાના ભાવે જેમને ઈમાનદારી વેચી નાખી હોય.. એવા લોકોને તેમના ગાલ પર લપડાક સમાન આ એક કિસ્સો છે. નવસારી ના અનિલભાઈ ચંપકભાઈ દાંતણી(દેવીપૂજક ઉર્ફે વાઘરી) જે જાતિ વાચક શબ્દ નો કહેવાતા ભદ્ર લોકો ગાળ તરીકે ઉપયોગ કરે છે તેજ વાઘરી જાતિ નો આ"કોહીનુંર" હીરો છે. જે રીક્ષા ચલાવી પોતાના પરિવાર નું ભરણ પોષણ કરે છે એવા દરિયા દિલ માણસ(આજકાલ"માણસ"ઓછા ને લોકો વધુ છે માણસ તો કોઈક અનિલભાઈ જેવાજ હોય ) જેને 6/1/2019 ના દિવસે NRI રાકેશભાઈ જૈન ને રૂપિયા સાડા ચારલાખ ભરેલું પર્સ પરત કર્યું.. એ પણ સામે થી ફોન કરી.. જયારે રાજા, અમલદાર અને વેપારી પ્રજા ને ઈમાનદારી નેવે મૂકી  લૂંટતા હોય ત્યારે એવો ઈમાનદાર "માણસ" મારી વાઘરી(દેવીપૂજક) સમાજમાં ઝળહળતો હોય ત્યારે મને ગૌરવ લેવા નું મન થાય કે મારો સમાજ કેટલો ઉચ્ચ વિચારનો, નીતિમત્તા વાળો અને ઈમાનદાર છે...જેની આગળ કરોડનું દાન કરનાર પણ મને ફિક્કા લાગે છે.. કોઈ મારી જાતિ વિશે ટિપ્પણી કરતા હોય તે આ કિસ્સો સમજી ને બોલજો.. આવા તો અનેક પ્રસનગો છે પણ એને ઉજાગર કરે તો વખાણ કરવા પડે, ગુણગાન ગાવા પડે... એટલે કાળના પેટમાં સમાવી દેવામાં આવે છે. ■

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.