સંગઠન : ઉદ્દભવ અને સ્થિરતા


            સંગઠન એટલે શાબ્દિક અર્થ સમાન બાબતોનું ગઠન. સમ+ગઠન. સંગઠન  અનેક હેતુ માટે રચાતા હોય છે. સેવા માટે, એકતા માટે, વિરોધ માટે, નિર્માણ માટે, નવ નિર્માણ માટે, અભિવ્યક્તિ માટે, વગેરે... આ બધામાં મુખ્ય બાબત છે સમાન હેતુ. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે જૂથ કામ કરતું હોય તો એને સંગઠન કહી શકાય. આ સંગઠન જ્યારે આયોજિત રીતે અને લાંબા સમય માટે ઔપચારિક સ્વરૂપ ધારણ કરે ત્યારે તેને સંઘ તરીકે ઓરખવામાં આવે છે. એટલે કે કહી શકાય કે સંગઠન એ સંઘ નિર્માણની શરૂઆત છે.

             સમાજ સંગઠન એટલે સમાજના સમાન મત ધરાવતા લોકો દ્વારા કોઈ ચોક્કસ હેતુ માટે રચવામાં આવતું જૂથ. હવે આપણે આ બાબતને આપના સમાજને ધ્યાનમાં રાખીને જોઈએ. હાલ આપના સમાજમાં પણ આ સિદ્ધાંત આધારિત બહુ બધા સંગઠન કાર્યરત છે. જે અલગ અલગ હેતુ માટે કાર્યરત છે.

              કોઈ રાજકીય રીતે સક્રિય છે, કોઈ શૈક્ષણિક બાબતમાં સક્રિય છે, કોઈ અન્યાયનો સામનો કરવા સક્રિય છે, કોઈ સામજિક જાગૃતિ માટે સક્રિય છે તો વળી કોઈ પોતાના વિસ્તારને મહત્વ આપવા સક્રિય છે. અને આ બધા જ જૂથો મહદ અંશે પોતાના હેતુઓ પર કાર્યરત છે અને સફળ પણ છે. છતાં પણ કોઈ બાબત એવી છે જેના કારણે સામાજિક એકતા સ્થાપવામાં અને સંઘ શક્તિ પેદા કરવામાં આ બધા જ જૂથો નિષ્ફળ નીવડ્યા છે. જેનું કારણ આપણે શોધવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણે બીમારી નહિ ઓરખીયે ત્યાં સુધી ઈલાજ પણ શોધવો મુશ્કેલ છે.
વિવિધ સંઘઠનો અને સંસ્થાઓની વિકાસ રેખાને તપાસતા નીચેની બાબતો ધ્યાને આવી છે જે કોઈ ને કોઈ રીતે આપના સમાજને પણ સ્પર્શે છે.

૧) દરેક સંગઠન સૌ પ્રથમ જૂથના સ્વરૂપે હોય છે.
૨) અલગ અલગ જૂથો સમાન હેતુ માટે જોડાઈને ક્ષેત્રીય મુજબ મોટું જૂથ રચીને નીતિ નિયમો સાથે ઔપચારિક રીતે ભેગા થઈને કાર્યક્રમ ઘડે છે અને કામગીરી કરે છે
૩) હેતુઓ સિદ્ધ થતા આ જૂથ અન્ય લોકો કે જેને આ જૂથના કાર્યોથી લાભ મળે છે અથવા તો લાભ મળી શકે છે ને સભ્ય તરીકે જોડવાની કામગીરી કરે છે અને જૂથને લોકો માટે ખુલ્લું મૂકીને વીશાળ સ્વરૂપ આપે છે.
૪) જૂથ હવે સંગઠનનું સ્વરૂપ ધારણ કરે છે.સાથે સાથે અનેક લોકો જોડાતા ચોક્કસ નીતિ નીયમો ઘડવામાં આવે છે અને બધા માટે જ એનું પાલન કરવું ફરજીયાત બનાવવામાં આવે છે.
અત્યાર સુધીનો સમય એ વિકાસનો તબક્કો છે હવે નો તબક્કો સંગઠનને સ્થિરતા આપવા માટે છે.
૫) સંગઠનને સ્થિરતા આપવા માટે સંગઠનની કાર્યવાહીમાં તમામ લોકોના મતને માનવો જરૂરી છે. જે દરેક સમયે શક્ય નથી. આથી દરેક કાર્યવાહી મત મેળવી બહુમતીના અધારે લેવાની શરૂઆત કરે છે. આમ હવે સંગઠન લોકશાહી સ્વરૂપ ધારણ કરે છે.
૬) સંગઠનમાં લોકશાહી મુજબ કાર્યવાહી થાય છે અને સમાન હેતુ માટે કાર્ય કરે છે.
૭) જ્યારે સંગઠન પોતાના  હેતુથી દુર થાય છે કે સમાન હેતુ સિવાય વ્યક્તિગત હેતુને મહત્વ આપવામાં આવે ત્યારે નેતૃત્વ સામે વિરોધ ઉભો થાય છે. અને આ વિરોધને દૂર કરવા માટે લોકશાહી રીતે નેતૃત્વ બદલવામાં આવે છે અને અન્યના હાથમાં કાર્યવાહી સોંપવામાં આવે છે. અહીં નોંધવું રહું કે અન્યના હાથમાં કાર્યવાહી શક્તિ આપવામાં આવે છે આખરી સત્તા તો માત્ર સભ્યો પાસે જ હોય છે એ ધારે ત્યારે મતદાન દ્વારા નેતૃત્વ બદલી શકે છે. આથી સંગઠનની કાર્યવાહી સત્તા કોઈ એક વ્યક્તિને નહિ પરંતુ કારોબારી સભાને આપવાના આવે છે.
૮) સ્થિરતા માટે સૌથી મહત્વની બાબત છે કે એક નિશ્ચિત સમયગાળા (1,2 કે 5 વર્ષ)બાદ જેતે કારોબારી સભાએ સભ્યોનો વિશ્વાસ મત મેળવવો ફરજીયાત હોય છે. જેથી કારોબારી પર યોગ્ય અંકુશ રહે.
૯) જરૂર પડે તો આ વિશ્વાસ ગુમાવનાર કારોબારી સભ્યોની જગ્યાએ અન્ય સભ્યોની નિમણુંક પણ થાય છે જેથી સંગઠનની વિશ્વસનીયતા બની રહે.
આમ, લોકશાહી રીતે કાર્ય કરતું જૂથ જ સંગઠન બની શકે અને સામાજિક એકતા સ્થાપી શકે તથા સંઘ શક્તિનું નિર્માણ કરી શકે.

આ બાબતો જોયા બાદ, આપના સમાજનું સંગઠન કેવું હોવું જોઈએ એ વિચારીએ... ગુજરાતની ભૂગોળ મુજબ વિચારીએ...

૧) ગુજરાતમાં 251 તાલુકા છે,તો તાલુકા દિઠ 15 થઈ 21 સભ્યોનું એક જૂથ હોવું જોઈએ.
૨) રાજ્ય સ્તરે એક સભાનું નિર્માણ થવું જોઈએ જેમાં તાલુકા દીઠ એક સભ્ય હોય. આ સભ્ય જે તે તાલુકા જૂથમાંથી નક્કી કરી આવેલ હોવો જોઈએ અને પોતાના તાલુકાનું પ્રતિનિધીત્વ કરતો હોય.
૩) 251 સભ્યોની બનેલી સભા પાસે સંગઠનના હેતુઓ પર કામ કરવાની સત્તા આપવામાં આવેલી હોવી જોઈએ.
૪) આ સભ્યો દ્વારા બહુમતીથી 9 સભ્યોની મુખ્ય કારોબારી સભાની નિમણુંક કરવી જેમની લાયકાત નક્કી હોવી જોઈએ. જેમકે મિનિમમ અભ્યાસ, સર્વસંમતિ, સમાજની મુશ્કેલી વિશે જાણ અને એને દૂર કરવાની શક્ષમતા અને આયોજન વગેરે. એટલે કે દરેક સભ્ય હેતુ પૂર્ણ કરવા ક્યાં કાર્ય કરશે એ પહેલાથી આયોજન કરેલ હોય એને જ ચૂંટવા. જેની પાસે આયોજનના હોય એને મુખ્ય કારોબારીથી દૂર જ રાખવા હિતાવહ છે.
પ્રમુખની વરણી માટે અલગથી લાયકાત, પદ્ધતિ, અને પ્રમુખ પદ ની સમયમર્યાદા (મહત્તમ 2 વાર જ પ્રમુખ બને) નક્કી કરવી. એને જાહેર જીવન તથા ખાનગી જીવનની સ્પષ્ટ ચારિત્રતા પર મુખ્ય આધાર રાખવો. કારણ કે પ્રમુખ એ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

- ધવલ દાતણિયા


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.