તાજેતરમાં ભારત સરકાર દ્વારા નવરચિત વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય વિકાસ તથા કલ્યાણ બોર્ડ વિશે સંપૂર્ણ માહિતી જાણો



નાણામંત્રી પિયુષ ગોયલે વચગાળાના બજેટમાં વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓ માટે મુખ્યત્વે બે પ્રકારની જાહેરાત કરી હતી:

૧. વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓ જેનો OBC/SC/ST માની એકપણ અનામત કેટેગરીમાં સામાવેશ ન થયો એવી જનજાતિઓ ને આઇડેન્ટિટીફાઈ કરવા નીતિ આયોગના તાબા હેઠળ આયોગનું ગઠન કરશે

૨. વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓ ના વિકાસ તથા કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના તાબા હેઠળ વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય વિકાસ તથા કલ્યાણ બોર્ડ ની રચના થશે

નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ પ્રસ્તુત કરતા જણાવ્યુ કે "અમારી સરકાર આ દેશના સૌથી વંચિત નાગરિકો સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતમાં, નિર્દિષ્ટ, ભૌતિક અને અર્ધ-નિંદા સમુદાયોની સ્થિતિ ખાસ ધ્યાન આપે છે. આ સમુદાયો સુધી પહોંચવું મુશ્કેલ છે, ઓછું દૃશ્યમાન છે, અને તેથી, વારંવાર છોડી દીધું છે. વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયો આજીવિકા ની શોધમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ ભટકતા રહે છે. રેણકે કમિશન અને ઇદાતે કમિશને આ સમુદાયોને ઓળખવા અને સૂચિબદ્ધ કરવા માટે પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે."ક

જેમાં ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું તે અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના તાબા હેઠળ Development and Welfare Board for the Denotified, Nomadic and Semi-Nomadic Communities (વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય વિકાસ તથા કલ્યાણ બોર્ડ) ની રચના અને કાર્યક્ષેત્ર બાબતે કેટલા નિયમો પ્રસિદ્ધ કર્યા હતા

આ બોર્ડના હોદ્દાઓ પર નિમણુંક કોની કોની થશે ?

(૧) બોર્ડના ચેરમેનની નિમણુંક ભારત સરકાર દ્વારા કરવામાં આવશે - ચેરમેન (અધ્યક્ષ)

(૨) બોર્ડનો CEO ભારત સરકારના સયુંકત સચિવના રેંક નો રહેશે - મેમ્બર સેક્રેટરી

(૩) વિષયના અનુસંધાન સયુંકત સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ - મેમ્બર

(૪) જનજાતીય કાર્ય મંત્રાલયનો પ્રતિનિધિ - મેમ્બર

(૫) સ્કૂલ શિક્ષણ વિભાગનો પ્રતિનિધિ - મેમ્બર

(૬) વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયોના ક્ષેત્રેથી અથવા તેમાં કાર્યરત પાંચ નામી વ્યક્તિ જેઓની ભારત સરકાર દ્વારા મેમ્બર તરીકે સમાવેશ થશે

૧૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરી હાલ કુલ ત્રણ વ્યક્તિઓ ની વિવિધ પદો પર નિમણુંક કરવામાં આવી છે.

(૧) શ્રી ભીખુ રામજી ઈદાતે - ચેરમેન
(૨) કુ. મિત્તલ પટેલ - મેમ્બર
(૩) શ્રી ઓટારામ દેવાસી - મેમ્બર

- ઉપરોક્ત અધ્યક્ષ અને સદસ્યોનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા સરકાર જ્યાં સુધી હોદ્દાથી દૂર ન કરે ત્યાં સુધીની રહેશે

- વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય વિકાસ તથા કલ્યાણ બોર્ડ નું મુખ્યાલય નવી દિલ્હીમાં રહેશે

- બોર્ડની સહાયતા કરવા માટે એક ડાયરેક્ટર, એક અંડર સેક્રેટરી, બે સેક્શન ઑફિસર, બે એડિશનલ સેક્શન ઑફિસર, બે આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી અને એમટીએસ રહેશે

આ બોર્ડનું કાર્ય અને શરતો શું રહેશે?

(૧) દેશની વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય માટે આવશ્યકતા મુજબ, કલ્યાણ અને વિકાસ કાર્યક્રમો રચવા અને અમલમાં મૂકવું

(૨) સ્થાનો / વિસ્તારોને આઇડેન્ટિફાઈ કરવા જ્યાં આ સમુદાયો ગીચ વસ્તીવાળા છે

(૩) પ્રવર્તમાન કાર્યક્રમો સુધી પહોંચવા અંતરાલનું મૂલ્યાંકન અને આઇડેન્ટિટીફાઈ કરવા અને મંત્રાલયો/અમલીકરણ એજન્સીઓ સાથે સહયોગ કરવા માટે, ચાલી રહેલા કાર્યક્રમોમાં વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયોની વિશેષ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે

(૪) વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયો સંદર્ભે ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની યોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા

(૫) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સોંપવામાં આવે અન્ય કોઈ સંબધિત કાર્ય



- અનિલકુમાર તળપદા

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.