કાયદાની કલમે (અંક:૧) : જો પોલીસ FIR ન નોંધે તો શું કરવું જોઈએ ?
છેલ્લા થોડા સમય દરમિયાન ઘણા એવા કિસ્સા સામે આવે છે કે પોલીસ અધિકારીઓએ નાગરિકોની શરૂઆતની સુચના અનુરોધ એટલે કે FIR દાખલ કરવાની ના કહી દીધી છે અને તેના માટે ઘણા કારણોનો આગ્રહ રાખે છે, જે હકીકતમાં ઘણી વખત શંકાસ્પદ પણ હોય છે. પણ આપણાં દેવીપૂજક વાઘરી સમાજ નાં મિત્રોને પોતાનાં અધિકાર ની સાચી જાણકારી ન હોવાનાં અભાવે મનમાં ને મનમાં મુંજાતા રહે છે અને વગર FIR દાખલ કરાવ્યે જ પાછા ફરતા હોય છે. એટલે કે સામાન્ય નાગરિક ને મદદ કરવાના ઉદેશ્ય થી આ લેખમાં પોલીસ દ્વારા FIR ન લખવાથી સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલા ની જાણકારી આપી છે.
◆ ગુન્હાના પ્રકાર
પોલીસ અધિકારીઓ દ્વારા શરૂઆતમાં ફરિયાદ (FIR) દાખલ કરવાની ના પડવાના જુદા જુદા કારણ હોઈ શકે છે. ભારતીય કાયદા મુજબ, જુદા જુદા ગુન્હાઓ ને બે પ્રકારના વિભાગમાં વહેચવામાં આવેલ છે. સંગીન (કોગ્નિઝેબલ) અને અ-સંગીન (નોન-કોગ્નિઝેબલ). CrPC કલમ 154 મુજબ માત્ર સંગીન (કોગ્નિઝેબલ) ગુના ની બાબતમા જ FIR દાખલ કરી શકાય છે, જયારે અસંગીન (નોન-કોગ્નિઝેબલ) ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓ ને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે.
સંગીન(કોગ્નિઝેબલ) ગુન્હાઓની યાદીમાં લેવામાં આવેલા થોડા મહત્વપૂર્ણ ગુન્હાઓ માં બળાત્કાર, બળવો, લુટ ફાંટ અને હત્યા, ધમકી, બદનક્ષી મુખ્ય છે, જેમ કે અ-સંગીન ગુન્હાઓમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ અને છેતરપીંડી રહેલ હોય છે. જેમાં પોલીસને કોઈ વ્યક્તિ કે સમૂહ ને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા નથી હોતી. CrPC કલમ 154 અનુસાર પોલિસે મૌખિક અથવા લેખિત રીતે ફરિયાદ આપનાર ફરિયાદીને FIR વાંચી સંભળાવવી અને ત્યાર બાદ જ સહી લેવાની જોગવાઈ છે અને FIR ની એક કોપી ફ્રી (વિના મૂલ્યે)માં ફરિયાદી મેળવી શકે છે.
◆ જો પોલીસ FIR ન નોંધે તો શું કરવું જોઈએ ?
જો તમારે ક્યારે પણ આવી સ્થિતિનો સામનો કરવાનો થાય જ્યાં એક પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશનમાં કારણ વગર શરૂઆતની નોંધ કરવાની ના કહે છે તો તમારે નીચે જણાવેલ પગલા લેવા જોઈએ..
1) સંગીન અપરાધ હોવા છતાં પણ જો પોલીસ FIR નોંધ નથી કરતી તો તમારે મુખ્ય અધિકારી પાસે જવું જોઈએ અને લેખિતમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
(2) જો તેમ છતાં પણ રીપોર્ટ ની નોંધ ન થાય તો CRPC (ક્રિમીનલ પ્રોસીજર કોડ) ના સેક્શન 156(3) મુજબ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં અરજી આપવી જોઈએ. મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ પાસે તે પાવર છે કે તે FIR નોંધવા માટે પોલીસને આદેશ કરી શકે છે.
(3) સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા કરી છે કે FIR ની નોંધ ન થવાથી નિયમ 482 મુજબ હાઇકોર્ટમાં અપીલ કરવાને બદલે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં જવું જોઈએ. ત્યાર પછી ખુબ મોટા પ્રમાણમાં લોકોએ સેક્શન 156(3) મુજબ FIR નોંધાવી છે. આમ તો આ FIR ની તપાસ પણ તે પોલીસ કરે છે. જે તેની નોંધ કરતી ન હતી. પોલીસ મુજબ. આ સેક્શન મુજબ જ ઘણી FIR નોંધવામાં આવેલ છે.
(4) સુપ્રિમ કોર્ટએ શરૂઆતની એટલે કે FIRની નોંધ ન કરવાવાળા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ પણ બહાર પાડેલ છે. કોર્ટ તે પણ વ્યવસ્થા આપેલ છે કે FIR ની નોંધ થયા ના એક અઠવાડિયા ની અંદર પ્રાથમિક તપાસ પૂરી કરી દેવી જોઈએ. આ તપાસનો હેતુ બાબતો ની તપાસ કરીને ગુન્હાની ગંભીરતાને તપાસવી જોઈએ. આવી રીતે પોલીસ એટલા માટે કેસ નોંધવા માટે ના નથી કહી શકતા કે ફરિયાદની સત્યતા ઉપર તેમને શંકા છે.
ઘણી વાર નેતાઓ ની ચમચાગીરી કરવા માં કે પૈસા ખાઈ ને FIR નોધવા માં નથી આવતી પણ જાગૃત નાગરિક ન્યાય મેળવવા બીજા રસ્તા પણ અપનાવી શકે છે.
- અનિલકુમાર તળપદા
(Mo) 7359115756
ટિપ્પણીઓ નથી